Ticker

6/recent/ticker-posts

ગરીબી અને જળવાયું પરિવર્તન સામેની લડાઈ વિકાસશીલ દેશો માટે પડકારરૂપ


ગરીબી અને જળવાયું પરિવર્તન સામેની લડાઈ વિકાસશીલ દેશો માટે પડકારરૂપ
કેરળમાં રહેતો એક ખેડૂત પોતાની ટૂંકી જમીનમાં ખેતી કરતો આવકની દ્રષ્ટિએ ગરીબી રેખાનીચે જીવતો. સરકારની મુદ્રા યોજનાનો લાભ લઈને તે ધિરાણ દ્વારા તેના આ નાના ખેતરમાં મરઘા ઉછેર કરવા લાગ્યો અને પ્રમાણમાં આર્થિક સ્થિતિ સારી બની. પરંતુ ગયા વર્ષે કેરળમાં આવેલા વધુ વરસાદન કારણે આવેલા અચાનક પૂરમાં તેની સંપૂર્ણ પૂંજી તથા ખેતર ને નુકશાન થયું અને તે ફરી ગરીબી રેખા નીચે જીવવા મજબૂર થયો. હા, સરકારે રાહત સહાયતા આપી પણ તે પોહચવામાં વધુ સમય લાગે. કદાચ ન પણ પોહચે ત્યારે એટલુ વિચારવું જરૂરી છે કે વિકાસશીલ દેશોમાં ગરીબી અને જળવાયું પરિવર્તન એકબીજા સાથે સંકળાયેલા છે.

ભારત જેવા વિકાસશીલ દેશ જ્યાં ચોથા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે વિકાસ કરવા માટે મોટી જનસંખ્યાને પાછળ છોડી ન શકે તેને પણ મુખ્ય ધારામાં સમાવેશ કરી સમાવેશી વિકાસ કરવો જરૂરી બને છે વિકાસશીલ દેશ જ્યારે અને જળવાયુ પરિવર્તન મોટા પડકારો છે એની સામે લડાઈમાં દેશના અમૂલ્ય સંશાધનોનો બગાડ થાય છે જેનો ઉપયોગ દેશના વિકાસમાં કરી શકાય આપણે ગરીબીથી દેશના સંશોધનો પર વધતા ભારણની ચર્ચા કરીએ.

ગરીબ લોકોમાં બાળકોનો જન્મદર વધુ હોય છે એટલે કે પ્રતિ માતાએ વધુ બાળકો જન્મ આપે છે એવું અત્યાર સુધીના વસતિ ગણતરી થી તારણ કાઢી શકાય. વધતી જતી વસ્તીની દૈનિક જરૂરિયાતો અન્ન, પાણી,રહેઠાણ, કપડા વગેરે ની માંગ રહે છે. જેની પૂરતી કરવાની જવાબદારી સરકાર દ્વારા દેશના સંશાધન પર પણ આવે છે. જેનાથી લડવા સરકાર દર વર્ષે બીપીએલ કાર્ડ દ્વારા સસ્તા ભાવે અનાજ,તેલ, કઠોળ આપે અને અંત્યોદય આવાસ યોજના વગેરે જેવી યોજનામાં ખર્ચે છે.

બેરોજગારી અને નિરક્ષરતા પણ વધે છે જેના માટે ભારત જેવા વિકાસશીલ લોકતંત્રાત્મક વ્યવસ્થા રોજગાર માટે સ્કિલ ઈન્ડિયા, કૌશલ વિકાસ પ્રોગ્રામ ચલાવીને યુવાનોને પ્રદાન કરી રોજગાર મેળવવામાં મદદ કરી છે. નિરક્ષરતા એ સર્વોચ્ચ અદાલત મુજબ દૈહિક સ્વતંત્રતાની હાનિ છે. જેનાથી લડવા સર્વ શિક્ષા અભિયાન સગુંન પોર્ટલ વગેરે અભિયાનોમાં સરકારે ખર્ચ કરવું પડે છે. અને દેશના અધિકારીઓ આ યોજનાને લાગુ કરવા સમય દેવો પડે છે. ધારી લઈએ કે ગરીબી ના હોય તો આ પડકારો હોત નહિ અને બહુમૂલ્ય સંસાધનો વિકસિત વપરાત.

આજે પણ ચંદ્ર યાન મંગળ યાન કે આંતરરાષ્ટ્રીય સ્ટેશન જેવા સ્પેસ મિશનો કરે છે ત્યારે ભારતની અંદર અને બહારના એક ચર્ચા શરૂ થઇ જાય છે કે ભારતની ગરીબ વસ્તી માટે યોજના ચલાવવાના બદલે કરોડો રૂપિયા મિશનમાં ખર્ચવામાં આવે છે. આ પ્રકારની ચર્ચા નૈતિક દબાણ પેદા કરે છે અને આગળ વધવામાં પડકાર રૂપ બને છે 

વિશ્વ અત્યારે જળવાયુ પરિવર્તનનો ભોગ બની રહ્યું છે વિશ્વનું તાપમાન પૂર્વીય ઉધોગિકરણ કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધી ન જાય તે માટે પેરિસ સમજોતા થયા છે સંયુક્ત રાષ્ટ્રની પેનલ જે જળવાયુ પરિવર્તન સામે લડે છે જેવી સંસ્થા જેમાં ભારત જેવા વિશ્વના વિકાસશીલ દેશોએ ભાગ લીધો આંતરરાષ્ટ્રીય પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ ના અહેવાલ અનુસાર જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ નુકસાન અને ખતરો વિકાસશીલ દેશોને છે અને તેમાં પણ સમુદ્રી સીમા ધરાવતા દેશોને સમુદ્રની સપાટી વધવાથી થવાનો ખતરો રહેલો છે

જળવાયુ પરીવર્તન દેશ સામે ક્યાં પડકારો ઉભા કરી શકે તે જાણીએ. પૃથ્વીનું તાપમાન વધતા સમુદ્રમાં પાણીની સપાટી વધે છે જેનાથી નાના ટાપુઓ ડૂબવાનો વધુ ખતરો છે. હાલમાં માર્શલ અને તેની આજુબાજુના ટાપુઓના નેતાએ વિશ્વના દેશોથી માંગ કરી હતી કે તેના રહેવાસીઓને શરણાર્થી સ્વરૂપે સ્વીકારવામાં આવે. ભારતને મુંબઈ ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, કોલકત્તા જેવા  દરિયા કિનારાના શહેરો ડૂબવાનો ખતરો છે. આફત સમયે લોકોને સ્થળાંતર કરવા, નવી જગ્યાએ સ્થાયી કરવા વગેરે દેશના વિકાસમાં પડકારરૂપ છે

 જળવાયુ પરિવર્તન માં જ્યાં વરસાદ પડે ત્યાં વધુ પડવો, ન પડે ત્યાં દુષ્કાળની સ્થિતિ, વરસાદની અનિયમિતતા, વાદળ ફાટવા, ઠંડી અને ગરમી ની ઉચ્છતાં,  ચક્રવાતો, યુરોપમાં આવેલા ઓમેગા બ્લોક વગેરે જનજીવનને સીધો અસર કરે છે. કેરળમાં આવેલા પૂરમાં લગભગ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું ઉપરાંત કેરળની જેવવિવિધતાને નુકસાન થયું. જેનાથી પર્યટન ઉદ્યોગ સંપૂર્ણપણે નાશ થયો.

ભારત મત્સ્ય ઉદ્યોગ માં વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. અહેવાલ મુજબ તાપમાન વધતા માછલીઓ ધ્રુવ તરફ સ્થળાંતર કરવા લાગી છે. વિષુવવૃત નજીકના દેશોમાં મત્સ્ય ઉધોગોને નુકસાન ભોગવવું પડશે. જે ગરીબ માછીમારો માટે તો આવકનું સાધન હતું. તેના માટે નવા વિકલ્પ ખોજવા પડશે.

 જળવાયુ પરિવર્તનથી આવતી આફતો માં સૌથી વધુ નુકસાન ગરીબ વર્ગને થાય છે. તેઓ તેમના જીવનના સહારો ખોઈ બેસે છે. જેમને ફરીવાર બેઠા કરવા સરકારે પ્રયત્નો કરવા પડે છે સ્વાસ્થ્ય અને શિક્ષણ વગેરે સેવાઓમાં સંશોધન અને વિકાસ લાવી નવી તકનીકો, પદ્ધતિઓ વિકસાવી વધુ સુવિધા આપવી પડે છે. પરંતુ વિકાસશીલ દેશના કુલ સફળ ઘરેલુ ઉત્પાદન નો મોટો ભાગ ગરીબી અને જળવાયુ પરિવર્તનથી લડવામાં ચાલ્યો જાય છે

 વિકાસશીલ દેશ પર હંમેશા ગરીબી સુધાર કે વિકાસ બે વિકલ્પો સામે આવે છે જે નૈતિક સંઘર્ષ પેદા કરે છે. આપણે અને આફ્રિકી દેશો space mission 4g-5g ટેલિકમ્યુનિકેશન સેવાઓનો વિચાર ન કરી શકીએ કારણ કે તેમને પેહલા ગરીબીથી લડવાનું છે અને આ લડતમાં વધતાં સંસાધનોથીજળવાયુ પરિવર્તનથી લડવાનું છે.

 આજના વિશ્વમાં બધા દેશોએ સાથે મળીને પોતાની જવાબદારી સમજી વિકાસશીલ દેશોની મદદ કરી ભારતના પ્રધાનમંત્રી ના સૂત્ર 'સૌનો સાથ સૌનો વિકાસ ' તરફ આગળ વધવું એ વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય રચશે.

Post a Comment

0 Comments